મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન


SHARE













મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં તથા અન્ય શહેરોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. 

આગામી શરદ પુનમ તા. 17/10/24 ને ગુરુવારના દીવસે પણ ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે મૂળ વનાળિયા ગામના રહેવાસી સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટના દીકરા અનિલભાઈ છોટાલાલ ભટ્ટ અને દિનેશભાઇ છોટાલાલ ભટ્ટના પુત્ર જીજ્ઞેશભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની આરતીબેન, હિમાંશુભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની હિરલબેન તેમજ સુનિલભાઈ ભટ્ટ (મિટર રીડર) અને તેના પત્ની રીતુબેન બેસવાના છે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ સહિતના ભુદેવો દ્વારા કરાવવામાં આવશે ત્યારે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકોને સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટ પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪૯૯૧૮૫),  જે.પી. ભટ્ટ (૯૯૨૫૪૫૧૧૩૮) તેમજ દર્શનભાઇ ભટ્ટ (૯૮૯૮૨૪૨૯૦૬) સહિતના ભટ્ટ પરિવારના વડીલો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News