મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ
SHARE
મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ
વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી હત્યા કરેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી હત્યનો ગુનો નોંધીને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન મૃતક વ્યક્તિની ઓળખ થાય ત્યારે પહેલા જ એલસીબીની ટીમ દ્વારા હત્યાના ગુનાનો ભેદ ઉકેલ નાખવામાં આવ્યો છે અને મોરબીમાં કારખાનેદારના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસેલા શખ્સને સોલાર પ્લાન્ટમાં લઈ જઈને પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને સમથેરવા ગામની સીમમાં ફેંકી દીધો હતો અને યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં એલસીબીની ટીમે મુખ્ય સૂત્રધાર સિરામિક ઉદ્યોગપતિ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરીને ઇનોવા કાર અને આઠ મોબાઇલ કબ્જે કર્યા છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વાંકાનેરના સમથેરવા ગામ પાસે ગત તા 8/4/2026 ના રોજ અજાણ્યા પુરુષની શરીર ઉપર ઢોર મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા અજાણ્ય શાખાની સામે હત્યાના ગુનો નોંધીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તથા આરોપી અને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.પી.જાડેજાની સુચના મુજબ સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરીને ચોક્કસ બાતમી આધારે હત્યાના ગુનામાં મોરબીના સીરામીક ઉદ્યોગપતિ સહિત કુલ છ આરોપની ધરપકડ કરી છે.
વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સમથેરવા ગામ પાસેથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી જે ગુનામાં એલસીબીની ટીમ દ્વારા આરોપી સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયા રહે. ઉમિયા સર્કલ પાસે ઉમિયા નગર મોરબી, એલિસભાઈ જસમતભાઈ ઝાલરીયા અને દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરીયા રહે. બંને લુટાવદર, મુન્નો ઉર્ફે વરૂણ રૈયાભાઈ ગોલતર રહે. રફાળેશ્વર, રાજેશભાઈ રમેશભાઈ ડાભી રહે. ભડીયાદ અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ રહે.રસુલપુર બિહાર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓ પાસેથી ઈનોવા ગાડી નંબર જીજે 36 એલ 9881 જેની કિંમત 10 લાખ તથા 8 મોબાઇલ ફોન જેની કિંમત 1,10,000 આમ કુલ 11.10 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જે અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી છે તે યુવાન મુખ્ય આરોપી સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયાના ઉમિયાનગરમાં આવેલા રહેણાંક મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયો હતો અને ઘરની અંદર રાખવામાં આવેલ કાર તથા એકટીવાની ચાવીઓ લઈને પોતાના ખિસ્સામાંથી મૂકી દીધી હતી દરમ્યાન સંદીપભાઈ ના ઘરની અંદર કામ કરતી મહિલાએ તેને રોકવાનો પ્રયત્ન કરતા તેને ધક્કો માર્યો હતો જેથી આ શખ્સને પકડીને સંદીપભાઈ ઝાલરીયા પોતાની કારમાં ડ્રાઇવર રાજેશભાઈ ડાભી સાથે તેને હળવદના માથક ગામે આવેલ તેઓના સોલાર પ્લાન ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્લાસ્ટિકના પાઇપ અને પ્લાસ્ટિકની પટ્ટી વડે યુવાનને બેફામ માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાન બેભાન થઇ જતાં તેને નિર્વાસ્ત્ર હાલતમાં સમથેરવા સીમમાં ફેંકી ગયા હતા અને ત્યાં તેનું મોત મોત નીપજ્યું હતું. આટલું જ નહીં બીજા દિવસે આરોપીઓ ઘટના સ્થળે ગયા હતા અને યુવાન મૃત્યુ પામ્યો છે તેવી જાણ થતા તમામ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હતા અને ત્યાં જઈને તેઓના મોબાઇલ હેન્ડસેટ ફોર્મેટ કરાવી નાખ્યા છે તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ જઈને રાજસ્થાનમાં ફેંકી દીધું છે તેને રિકવર કરવા માટેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વધુમાં મળતી વિગત પ્રમાણે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે