મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાથણીની જમીન બાબતે અનુ. જાતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં સાથણીની જમીન બાબતે અનુ. જાતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત

મોરબી જિલ્લામાં સાથણીમાં સરકારી ખરાબાની જમીનો પછાત વર્ગના લોકોને આપવામાં આવી હતી તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, વિગેરે જેવી ઘટનાઓ બનેલ છે જેથી કરીને અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા આ બાબતે સમિક્ષા કરીને અહેવાલ પ્રસિધ્ધ કરવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં રાજકોટના ધરમનગરમાં રહેતા બી.એલ. સોલંકી તેમજ અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા કેલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવેલી સાથણીની જમીનમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, ભૂમાફિયાઓના કબજા જેવી ઘટનાઓ બનેલ છે જેથી કરીને લોકો તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે તો પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરતાં નથી. જેથી સાથણી કેટલા તબક્કામાં થઈ છે ?, સાથણી, ભુદાન, અનુસુચિત જાતિ ખેતી મંડળીને ક્યાં ગામમાં કેટલી જમીનો અપાય છે ?, કેટલી જમીનો સાથણી થયા પછી કબજા સોંપેલ નથી, કેટલી જમીનો શરતભંગ થઈ છે ?, કેટલી જમીનો જુની શરતમાં ફરી ગઈ છે, કેટલી બાકી છે ?, સાંથણીની કેટલી જમીનોનું વેચાણ થયેલ છે ?, કેટલી જમીનો જાહેર હેતુ માટે સંપાદન થયેલ છે ?, કેટલી જમીનોના હુકમો છે, સ્થળ પર જમીન નથી ? અને કેટલી જમીનોની કોર્ટ મેટરો છે ? તે રેકર્ડની ખરાઈ કરાવીને પંચો સાથે રાખીને સ્થળ પર વિઝિટ કરીને ખરી હકીકતનો અહેવાલ વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News