મોરબીના ગણેશનગરમાં રહેતી આધેડ મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાં ગળામાં દુખાવો અને બોલવાનું પણ બંધ થતા સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત
SHARE
મોરબીમાં ગળામાં દુખાવો અને બોલવાનું પણ બંધ થતા સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાની મજૂર ની ઓરડીમાં રહેતા અને કામ કરતાં પરિવારના સગીર બાળકને ગળામાં દુખતું હતું અને બોલવાનું પણ બંધ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તે સગીર બાળકનું મોત થયું છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાલાગના રહેવાસી અને હાલમાં મોરબી રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સીરામીક નામના કારખાનાની મજૂર ની ઓરડીમાં રહેતા સિકંદરભાઈ રાઠવા ના 16 વર્ષના દીકરા અંકુશને ગળામાં દુખતું હતું અને બોલવાનું પણ બંધ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત થયુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે