મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ
SHARE
મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ
મોરબી ના માનસર ગામનાં રહીશ રવજીભાઈ બેચરભાઇ દેથરીયા કાયદેસરના ખેડૂત હતાં તેવો મંડળી દ્રારા ચોલા મંડલમનો દશ લાખનો વીમો લીધેલ હતો તેઓ તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોટર સાઇકલ પર મોરબી જેતપર હાઇવે પર જતા ખટારા વાળાએ અકસ્માત કરતા મરણપામેલ તેના પત્ની મંજુલાબેને વીમાના તમામ કાગળો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ બાનુ આપેલ કે મરણજનાર રવજીભાઈ પાસે કાયદેસર ડ્રાઈવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી આ બાબતે મંજુબેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલત માં કેઇસ દાખલ કરતાં કોર્ટ દશ લાખ પાંચ હજાર વીમા કંપની ને ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માનસર ગામ નાં વતની રવજીભાઇ દેથરીયા તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોરબી જેતપર હાઇવેપર તેનુ મોટર સાયકલ લઇને દુકાને જતાં ખટારા સાથે અકસ્માત થતાં મરણ પામ્યા તેણે સહકારી મંડળી દ્રારા ચોલા મંડલમ વીમા કંપનીનો વીમો લીધેલ હતો રવજીભાઇ ધર્મ પત્ની મંજુલાબેન દેથરીયા એ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરી આપેલ પરંતુ વીમા કંપનીએ એવુ કારણ દર્શાવેલ કે રવજીભાઈ પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી નામદાર કોર્ટ સુપ્રિમ કોર્ટ ના ચુકાદા ને અનુલક્ષીને વીમા કંપની એ મંજુલાબેન દેથરીયાને રૂપિયા દશ લાખ પાંચ હજાર તા.૨૩-૧૧-૨૨ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકાવવાનો આદેશ કરેલ છે વીમા કંપની ખેડૂતોને અકસ્માત વીમો દેવાનો સમય આવે છે ત્યારે હાથ ઉચા કરી નાખે છે તેવુ જાણવા મળેલ છે દરેક ખેડૂતે સહકારી મંડળી દ્રારા વીમો ઉતારે ત્યારે સંયુકત પોલીસીની નકલ લઇ લેવી જરૂરી છે કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ ઉપપ્રમુખ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.