મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હોટલ પાસેથી પ્રેમલગ્નનો ખાર રાખીને ત્રણ યુવાનનું અપહરણ કરવાના ગુનામાં 6 આરોપીની ધરપકડ


SHARE





























માળીયા (મી) નજીક હોટલ પાસેથી પ્રેમલગ્નનો ખાર રાખીને ત્રણ યુવાનનું અપહરણ કરવાના ગુનામાં 6 આરોપીની ધરપકડ

કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકામાં યુવાને પ્રેમલગ્ન કર્યા હતા અને તે યુવક અને યુવતીને શોધવા માટે યુવાનના પરિવારજનોએ નીકળ્યા હતા અને માળીયા મિયાણા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસે હતા ત્યારે ગાડીમાં ત્રણ યુવાનનું છ શખ્સોએ અપહરણ કર્યું હતું. અને ભચાઉ તરફ નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે માળીયા (મી) પોલીસે ગુનો નોંધીને ગણતરીની કલાકમાં છ આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 10 ના રોજ માળીયા (મી) નજીક આવેલ ઓનેસ્ટ હોટલે બ્રેઝા કારમાં આવેલા શખ્સોએ ત્રણ યુવાનોનું અપહરણ કર્યું હતું અને જેથી કરીને કચ્છ ભચાઉમાં રહેતા બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના દીકરા ભાગીરને શિવજીભાઇ દાફડાની દીકરી સાથે પ્રેમ હતો જેથી કરીને લગ્ન કરવાના ઇરાદે તેનો દીકરી અને શિવજીભાઇની દીકરી ભાગી ગયેલ હતા જેથી તેને શોધી રહ્યા હતા. અને માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસે હતા ત્યારે બાબુભાઈના દીકરો દિલીપભાઇ બાબુભાઇ મિયોત્રા, તેઓના સબંધી મહેશભાઇ ભીખાભાઇ બારોટ તથા કૌટુંબિક ભાઈ કાનજીભાઇ રામજીભાઇ મિયોત્રા સહિતના હાજર હતા અને છોકરા-છોકરીનો કોઇપત્તો લાગ્યો ન હતો. જેથી કરીને તેઓ ભચાઉ પાછા જઈ રહ્યા હતા તેવામાં બ્રેઝા કારમાં છ શખ્સો આવ્યા હતા. અને દિલીપભાઇ મિયોત્રા, મહેશભાઇ બારોટ તથા કાનજીભાઇ મિયોત્રાનું અપહરણ કરીને લઈ ગયા હતા.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે માળીયાના પીઆઇ આર.સી.ગોહિલ અને તેની ટિમ તપાસ કરી રહી હતી અને આરોપી સુમિતભાઇ પ્રેમજીભાઇ દાફડાની વાડીએ ભોગ બનેલા ત્રણેય વ્યક્તિને લઇ ગયા હતા ત્યાં ભચાઉ સ્થાનિક પોલીસની મદદ લઈને પોલીસે પહોચી હતી અને પહૃત ત્રણેય લોકોને છોડાવ્યા હતા અને આરોપી કાંતિભાઇ દેવરાજભાઇ લોચા, રમેશભાઇ રવજીભાઇ દાફડા, નરેશભાઇ વિરજીભાઇ દાફડા, ભરતભાઇ વિરજીભાઇ દાફડા, મનસુખભાઇ ઉર્ફે મનોજભાઇ નામોરીભાઇ દાફડા અને આરોપી કિશોરભાઇ ઉર્ફે કિશનભાઇ નારણભાઇ ચૌહાણ, રહે. ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલ બ્રેઝા કાર નંબર જીજે 12 એફએ 6195 જેની કિંમત પાંચ લાખ છે તેને પણ કબ્જે લેવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ પૃથ્વીરાજસિંહ જાડેજા, રણજીતસિંહ રોહડીયા, સમરથસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, જયદીપભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા અને વિજયભાઇ જાદવ દ્વારા કરવામાં આવી હતી.
















Latest News