મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ


SHARE









ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મસભા થઈ શકી ન હતી અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વચન આપીને નીકળી ગયા હતા અને આગામી સમયમાં તેઓ પાછા ત્યાં ધર્મ સભા કરવા માટે આવશે તેવી જાહેરાત તેઓએ કરેલ છે જો કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરી છે.

મોરબીની પાંજરાપોળ ખાતે ગઇકાલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મ સભા થયેલ ન હતી પરંતુ પત્રકારોએ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગને લઈને સવાલ કર્યો હતો ત્યારે સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ કહ્યું હતું કે, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વર્ષોથી માંગ કરવામાં આવે છે જેથી સાધુ સંતો અને હિન્દુની માંગને ધ્યાને લઈને સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઈએ ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સાધુ સંતો તેમજ હિન્દુઓની વર્ષો જૂની માંગણી સંતોષાય તે માટે ગુજરાત વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે રજૂઆત કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.




Latest News