૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા


SHARE









દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો દેશ અને દુનિયામાં ડંકો વગાડનારા અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાની આજે રાજકોટ રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામ ખાતે પાર્થના સભા યોજાઇ હતી જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોરબીના મોટાભાગના ઉદ્યોગકારો સહિતના લોકો તેમજ અજંતા ઓરપેટ કારખાનામાં રોજગારી મેળવતી દીકરીઓ આવી હતી અને તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

મોરબીમાં અજંતા કંપનીના સ્થાપક તરીકે જાણીતા સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (O.R. Patel)એ વર્ષ 1971માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી અને અજંતા કારખાનું લાટી પ્લોટમાં શરૂ કર્યું હતું ત્યાર બાદ મોરબીના રાજકોટ રોડ ઉપર અજંતા કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં વિદેશની ટેક્નોલોજી લઈ આવીને મોટા પ્રમાણમા ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું જો કે, ઓ.આર.પટેલને કુલ ચાર દીકરા હતા જેમાં વસંતભાઇ, પ્રવીણભાઈ, જયસુખભાઇ અને અશોકભાઇનો સમાવેશ થાય છે અને પ્રવીણભાઈએ અજંતા અને ઓરપેટ ગ્રૂપને દુનિયાના ફલક સુધી પહોચડવામાં બહુ જ મોટું યોગદાન આપ્યું હતું. તેઓનો જન્મ તા. 27/12/1953 ના રોજ થયો હતો અને તેઓએ અજંતા ગ્રૂપની કામન સાંભળી ત્યાર બાદ જનતા મોડેલ બહાર પડ્યું હતું જે ખૂબ જ ચાલ્યું હતું અને ત્યાર બાદ અજંતાનો જમાનો આવ્યો હતો અને અજંતા (Ajanta) દુનિયા માટે જાણીતી  બ્રાન્ડ બની ગયેલ હતી. અને આ કારખાનામાં વધુમાં વધુ મહિલાઓને રોજગાર માટે તેના માટે પણ પ્રવિનભાઇએ બહુ મોટું યોગદાન આપ્યું હતું. એટલા જ માટે આજે અજંતા અને ઓરપેટ કારખાનામાં હજારોની સંખ્યામાં મહિલાઓને રોજગાર મળે છે આજે પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા સદેહ આપણી વચ્ચે નથી ત્યારે મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ લજાઈ ગામ પાસે ઉમા સંસ્કાર ધામ ખાતે ભાલોડીયા પરિવાર દ્વારા પ્રાર્થના સભા રાખવામા આવી હતી જેમાં મોહનભાઇ કુંડારિયા, દુર્લભજીભાઈ દેથરિયા, બ્રિજેશભાઇ મેરજા સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત અનેક ગામના લોકો તથા અજંતા અને ઓરપેટ ગ્રૂપમાં રોજગાર મેળવતી દીકરીઓ સહિતના હજારો લોકો પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હતા અને તેઓએ જુદાજુદા ક્ષેત્રમાં કરેલી કામગીરી અને ખાસ કરીને દીકરીઓને રોજગાર અને તેઓના વતન એટ્લે કે ચાંચાપર ગામે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તેના માટે પ્રવીણસાગર ડેમ બનાવ્યો હતો તે સહિતની તેઓની કામગીરીને સહુ કોઈએ યાદ કરી હતી અને આજે પ્રવીણભાઈ ભાલોડીયા આપણી વચ્ચે નથી પરંતુ તેઓએ કરેલ કામ અને ઊભા કરેલા રોજગારી માટેના આયમોને લઈને તે આજીવન અમર રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.




Latest News