આરએસએસના પ્રચાર પ્રમુખનો વાવડી ગામે ડો. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મ દિવસ ઉજવાયો
SHARE







આરએસએસના પ્રચાર પ્રમુખનો વાવડી ગામે ડો. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મ દિવસ ઉજવાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાનો જન્મ દિવસ હતો. ત્યારે વાવડી મુકામે ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે પરિવાર સાથે ઉપસ્થિત રહી જન્મ દિવસની મંગલમય ઉજવણી કરી હતી. અને બાળકો સાથે વાતોની આપ લે અને અલ્પાહાર કર્યો હતો અને કેન્દ્ર સંચાલક જમનાબેન મકવાણાએ વિપુલભાઈનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું ડો. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારાએ માનવ મૂલ્ય અને સમરસતાના ઉદાહરણ સ્વરૂપે અનોખી રીતે જન્મ દિવસ ઉજવીને પ્રેરણાત્મક કાર્ય કર્યું હતું.
