મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

ચોર ગેંગ સકંજામાં: મોરબીના જુદાજુદા કારખાનામાંથી 180 કિલો કોપર વાયરની ચોરી કરનાર પાંચ સહિત કુલ 6 શખ્સની ધરપકડ


SHARE











ચોર ગેંગ સકંજામાં: મોરબીના જુદાજુદા કારખાનામાંથી 180 કિલો કોપર વાયરની ચોરી કરનાર પાંચ સહિત કુલ 6 શખ્સની ધરપકડ

મોરબી નજીકના વિસ્તારમાં આવેલ જુદાજુદા કારખાનામાં સમયાંતરે કોપર વાયરની ચોરી કરવામાં આવતી હોય છે જેથી કરીને વાયરની ચોરી કરનાર ગેંગને પકડવામાં આવી છે અને કોપર વાયરની ચોરી કરનારા ગેંગના પાંચ શખ્સોની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી 1.90 લાખના મુદ્દામાલને કબજે કરવામાં આવેલ છે.

મોરબીના ઘુંટુ રોડે સોના સિરામિક સામેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાં પાંચ શખ્સો બેઠેલ હતા અને આ રિક્ષામાં અંદાજે 100 કિલો કોપર વાયર હતો જેથી કરીને વાયર બાબતે પૂછતાં ગોરખીજડીયા ગામની સીમમાં આવેલી યારા ડેકોરેટીવ પ્રા.લી. કંપનીમાંથી ચોરી કરેલો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે રિક્ષામાં બેઠેલા પાંચેય શખ્સને પકડી લીધા હતા અને વધુ પુછપરછ કરતાં જુદાજુદા કારખાનાઓમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાની આ શખ્સોએ કબૂલાત આપી હતી.

હાલમાં તાલુકા પોલીસે જે આરોપીઓને પકડેલ છે તેમાં જીતેન્દ્ર જીવાભાઇ પરમાર રહે. મયારી, તાલુકો કુતીયાણા, વિક્રમ કૈલાશભાઈ અંબલીયાર રહે. ત્રાજપર ખારી મોરબી, અમજદ ફકીરમહમદ ભાઈ પઠાણ રહે. પાડાપુલ નીચે મોરબી, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગભાઈ ભુરીયા રહે. પાડાપુલ નીચે મોરબી) અને વિરેન વિજયભાઈ રાઠોડ રહે. નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી અને ચોરીનો લેનારા ગુલામ જૂસબભાઈ ખોલુરા રહે. ફુલગલી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 180 કિલો કોપર વાયર તેમજ સીએનજી રિક્ષા મળીને કૂલ 1.90 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે.

વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ શખ્સોએ ચાચાપર નજીક ઓમેક્ષ પોલીપેકમાંથી 80 કિલો, સાપર ગામની સીમમાં આવેલી દેવાન્ટો સિરામિકમાંથી 50 કિલો, ખેવારીયા ગામની સીમમાં આવેલી ટ્રોઈ પોલિપેકમાંથી 40 કિલો, ચાચાપર ગામની ઓમેક્ષ પોલિપેકમાંથી 80 કિલો, ઘુંટુ ગામની સીમમાં આવેલ લીવાન્ટો સિરામિકમાંથી 40 કિલો, નીચી માંડલ ગામની સીમમાં આવેલી લેવીજા સિરામિકમાંથી 40 કિલો અને જુના ઘુંટુ રોડ પર આવેલા સ્પેર કારખાનામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી કરી હોવાની આરોપીઓએ કબુલાત આપી છે.




Latest News