મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSC ની તૈયારી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ
મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે
SHARE
મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે
ઑગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૨૫ થી ૩૧ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે
આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહે છે. ઓનલાઈન અરજી કરતી વખતે ૭- ૧૨, ૮- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.