મોરબીની જવાહર સોસાયટીમાં રહેતી મહિલાએ ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું
મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી
SHARE
મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં બહારના શ્રમિકો તેમજ બહારના લોકોને ભાડે આપેલા મકાનની માહિતી પોલીસને ન આપવામાં આવી હોવાથી ગુના નોંધવામાં આવે છે તેવામાં વધુ ત્રણ કારખાનેદાર અને બે મકાન માલિક સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.
મોરબીના સનાળા ગામ પાસે માધવ હોટલ નજીક આવેલ મકાનમાં બહારના શ્રમિકો રહેતા હોય તેની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી દિલીપભાઈ દેવરાજભાઈ ખાંભલા (42) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે રબારીવાસ સનાળા વાળા સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે સનાળા ગામ પાસે આવેલ દક્ષ પ્રજાપતિ કારખાનામાં બહારના શ્રમિકો કામે રાખેલ હોય તેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી રાજેશભાઈ રતિભાઈ નારણીયા (50) રહે. માણેક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે જ્યારે સનાળા નજીક આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જીવન બેવરેજિસ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી જીતેન્દ્રભાઈ મનહરલાલ ભટ્ટ (63) રહે. બુઢા બાવાવાળી શેરી ભવાની ચોક મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધવલ ઓઇલ મીલ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની જાણ પોલીસને આપી ન હતી જેથી સમીરભાઈ દ્વારકાદાસ ચતવાણી (46) રહે. સોમનાથ સોસાયટી સરદાર બાગ પાછળ શ્રીજી એપાર્ટમેન્ટ સામે મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા સામેના ભાગમાં આવેલ દિગ્વિજયનગરમાં મકાન ભાડે આપ્યું હતું અને તેના ભાડુઆતની વિગત પોલીસને આપવામાં આવી ન હતી જેથી ભગવાનગર અમરતગર ગોસ્વામી (68) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે. હળવદ જીઆઇડીસીમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી શંકરભાઈ કાનજીભાઈ પટેલ રહે. ધરતીનગર હળવદ વાળાની સામે ગુનો નોંધાયો છે