મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી
ગતિશીલ ગુજરાત ?: મોરબી જીલ્લામાં એક વર્ષમાં રસ્તા-પુલના 110 કામ મંજુર, પૂર્ણ માત્ર 3 જ થયા !
SHARE
ગતિશીલ ગુજરાત ?: મોરબી જીલ્લામાં એક વર્ષમાં રસ્તા-પુલના 110 કામ મંજુર, પૂર્ણ માત્ર 3 જ થયા !
સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જો કે, અધિકારીઓ દ્વારા સમયસર કામ કરાવવામાં આવતું નથી તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છેલ્લા એક વર્ષમાં સરકારની જુદીજુદી યોજના હેઠળ જે રોડના કામ મંજૂર કરવામાં આવેલ છે તેની માહિતી માંગવામાં આવી હતી જેમાં એવી માહિતી સામે આવેલ છે કે, એક વર્ષના સમયમાં જિલ્લા પંચાયતમાંથી રસ્તા-પુલના 110 કામ મંજુર કરવામાં આવેલ છે જો કે, આજની તારીખે તેમાંથી માત્ર 3 જ કામ પૂર્ણ થયેલ છે.
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ જે. ટમારીયાએ ગત સામાન્ય સભા પહેલા માર્ગ મકાન વિભાગ પાસેથી રોડ રસ્તાને લગતી માહિતી માંગી હતી જેનો માર્ગ મકાન વિભાગના અધિકારી તરફથી જે જવાબ આપવામાં આવેલ છે તેના ઘણી ચોંકાવનાર માહિતી સામે આવેલ છે જેની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા એક વર્ષથી જે વિકાસના કામો મંજુર થયા છે તેની સ્થિતિ શું છે અને કામ ચાલુ જ ન થયા હોય એવા કામો કેટલા છે તેની માહિતી માંગી હતી જેના જવાબમાં અધિકારીએ જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૩-૨૪ મા વિવિધ યોજનાઓ હેઠળ જીલ્લામાં કુલ મળીને 110 રસ્તા તથા પુલના કામ મંજુર થયેલ છે. જે પૈકી 3 કામો પૂર્ણ થયેલ છે, 23 કામો પ્રગતિમાં છે, 21 કામો ટેન્ડર મંજૂરી અર્થે સરકારમા છે, 7 કામ ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે, 34 કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે !, 9 કામના નકશા અંદાજો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે તેમજ 4 કામો માટે રીવાઈઝ જોબ નંબરની દરખાસ્ત કરેલ છે. આ સિવાય સીડીપી-5 યોજના હેઠળ કુલ 22 નવીન ગ્રામ પંચાયત ઘર મંજુર થયેલ છે. પરંતુ તમામ ગ્રામ પંચાયતો નવા SOR મુજબ 25 લાખમાં થઇ શકે એમ હોય વધારાની ગ્રાન્ટ માટે તા 28/5/24 એ સરકાર પત્ર લખેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કામ મંજૂર કરવામાં આવે તેવા ઘણા સમય સુધી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવતી નથી જેના લીધે કામમાં વિલંબ થાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.