મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)માં છોકરાઓની માથાકૂટ સામસામે ફાયરિંગ થતાં એકનું મોત, 10 થી વધુને ઇજા: હવે બંને પક્ષેથી સામસામી ફરિયાદ


SHARE





























માળીયા (મી)માં છોકરાઓની માથાકૂટ સામસામે ફાયરિંગ થતાં એકનું મોત, 10 થી વધુને ઇજા: હવે બંને પક્ષેથી સામસામી ફરિયાદ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટમાં બે પરિવાર સામ સામે આવી ગયા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે બનાવમાં એક યુવાનનું મોત નીપજયું હતું અને બંને પક્ષેથી 10 જેટલા લોકોને ઇજા થયેલ હતી જેથી તેને માળીયા અને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને આ ઘટનામાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનામાં નૂરમામદ ફારુક જામ (15), અલી ઉમર જેડા (30), સલીમ સુભાનભાઈ કટિયા (34), ફારૂક હબીબ જામ (33), ગુલામ અલીઉમર જેડા (30), કાસમ હબીબ જામ (36), યુસુફ સબીર સંધવાણી (18), યુદિન ફારૂક જામ (17), હુસેન કાસમ જામ (12), હૈદર અલીમામદ જેડા (37), ખમીશા ઓસમાણભાઈ જેડા (46) અને સિકંદર જાનમહમદભાઈ જેડા (30)ને ગંભીર ઇજા થતાં તેને માળીયા અને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા હૈદર અલીમામદ જેડા (37)નું મોત નીપજયું હતું અને સિકંદર જેડાને ગંભરી ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને ત્યાર બાદ બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેથી કરીને ઈજા પામેલા યુવાનો સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને માળિયા શહેરમાં બીજી કોઈ ઘટના ન બને તે માટે એસપી રાહુલ ત્રિપાઠી તેમજ ડીવાયએસપી પી.એ. ઝાલા ત્યાં પહોચી ગયા હતા અને માળીયા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ હતો. અને માળીયા શહેરમાં ગઈકાલે ફાયરિંગનો બનાવ બનેલ હતો તે બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સામસામે ફરિયાદ નોંધાય છે

હાલમાં માળિયામાં રહેતા ખમીસા ઓસમાણભાઈ જેડા (46)એ યુસુફ સબીરભાઈ સંધવાણી, મયુદ્દીન ફારુકભાઈ જામ, નૂરમામદ ઉર્ફે દાદા જામ, હુસેન કાસમભાઇ જામ, સલીમ સુભાન કટિયા, હબીબ નૂરમામદ જામ, ફારુક હબીબ જામ, કાસમ હબીબ જામ, કાદર હબીબ જામ અને ગુલામઅલી ઉમર જેડા રહે. બધા માળીયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા સોહિલ સાથે યુસુફ, મયુદ્દીન, નૂરમામદ અને હુસેન માથાકૂટ કરતા હતા અને ત્યારબાદ બાકીના આરોપીઓ ત્યાં બંદૂક, છરી, ધોકા વગેરે જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું અને જે બનાવમાં હૈદર અલીમામદ જેડા (37) ને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ ગુનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ કરી છે

જ્યારે શામાં પક્ષેથી સલીમ સુભાન કટિયાએ અજર ઇલ્યાસ, હૈદર ઇલ્યાસ જેડા, ઇલ્યાસ જેડા, લતીફ સલીમ, આસિફ શકુરભાઈ, યાસીન ઈશા, અરબાઝ સલીમ, ખમીસા ઓસમાણ, સિકંદર જાનમામદ, અલી હબીબ જેડા, ફારુક ઇલ્યાસ જેડા, હનીફ ઇલ્યાસ જેડા, સલીમ જેડા અને સમસીર જેડા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે જૂનું મનદુખ હતું અને ફારુકભાઈના દીકરા નૂરમામદ ઉર્ફે દાદા જામ સાથે આરોપીઓ બોલાચાલી કરી માથાકૂટ કરી રહ્યા હતા અને ધોકા પાઇપ વડે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જેથી આ બનાવમાં ઇજા પામેલા લોકોને પણ સારવારમાં ખસેડાયેલ છે. આમ મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં બંને પક્ષેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને બંને ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે














Latest News