મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું
ઉર્જા વિભાગની લીલીઝંડી: વાંકાનેરના ધારાસભ્યએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને નવું ઢુવા સબ ડિવિઝન-ફોલ્ટ સેન્ટર બનશે
SHARE
ઉર્જા વિભાગની લીલીઝંડી: વાંકાનેરના ધારાસભ્યએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને નવું ઢુવા સબ ડિવિઝન-ફોલ્ટ સેન્ટર બનશે
વાંકાનેર તાલુકામાં ઢુવા આસપાસમાં સિરામિક સહિતના કારખાના આવેલ હોવાથી ત્યાં વીજ પુરવઠાને લઈને ઊભા થતાં પ્રશ્નો ઉકેલવા માટે વાંકાનેરના ધારાસભ્યને રજૂઆતો મળી હતી જેના આધારે ધારાસભ્યએ સરકારમાં કરેલ રજૂઆતને ધ્યાને લઈને ઉર્જા વિભાગમાંથી નવુ ઢુવા સબ ડિવિઝન બનાવવા માટેની લીલીઝંડી આપવામાં આવેલ છે જેથી કરીને અન્ય સબ ડિવિઝનના વર્ક લોડમાં ધરખમ ઘટાડો થશે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ઓદ્યોગીક વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગમાં અને લોકોને સરળતાથી વીજ પુરવઠો મળે તે અનિવાર્ય છે તેવામાં ઢુવાની આસપાસના વિસ્તારમાં વીજ ધાંધીયા સહિતના પ્રશ્નો હતા જેના નિવારણ માટે થઈને ઉદ્યોગકારો દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેના ઉકેલ માટે વાંકાનેરના ધારાસભ્ય દ્વારા ઉર્જા વિભાગમાં રજૂઆત કરવા આવી હતી જેને ધ્યાને લઈને ઉર્જા વિભાગમાંથી મંજૂરી આપવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકાને ઢુવા સબ ડિવિઝન નવું ફોલ્ટ સેન્ટર મળશે. જેથી કરીને વાંકાનેર ગ્રામ્ય-1, વાંકાનેર ગ્રામ્ય-2 અને વાંકાનેર શહેર પેટા વિભાગ કચેરીનું પુનઃ ગઠન કરવામાં આવશે અને નવી ઢુવા પેટા વિભાગ કચેરી બનાવવા માટેની પીજીવીસીએલ દ્વારા આગળની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.