મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ગામે લોકડાયરા-રાજાવડલા ગામે સંતવાણી અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના વઘાસિયા ગામે લોકડાયરા-રાજાવડલા ગામે સંતવાણી અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.

તાજેતરમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, પોલિયો નાબૂદી માટે રસીકરણ અભિયાન, આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા.આ ઉપરાંત વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પણ સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજન, નાટકનો ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ, ૨૦૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર કિશનભાઈ બારોટને વઘાસિયા ગ્રામ પંચાયત અને રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.






Latest News