મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભાર્થીઓ લાભ મેળવી શકશે


SHARE







મોરબી જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભાર્થીઓ લાભ મેળવી શકશે

રાજ્ય સરકારના દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૨ દિવ્યાંગ નાગરિકો લગ્ન કરે તો કુલ મળીને ૧,૦૦,૦૦૦ ની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગ નાગરિકની સાથે જો સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો તેમને ૫૦,૦૦૦ ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ આજીવન એકવાર જ આપવામાં આવે છે. અને લગ્ન કર્યાની તારીખથી ૨ વર્ષની અંદર ઉક્ત યોજનાનો લાભ મળવાપાત્ર બને છે.

આ યોજના હેઠળ અરજી કરવાની શું પ્રક્રિયા છે ?? તેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, લગ્ન કરનાર કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને કુમારની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ, અરજદાર જે જિલ્લાનો હોય તે જિલ્લામાં જ અરજી કરવી અને esamajkalyan.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. તેમજ અરજી પત્રક સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવું ડૉક્ટરનું સર્ટીફિકેટ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ, જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર, ૨ નંગ પાસપોર્ટ સાઈઝના ફોટોઝ, લગ્ન કરેલા યુગલનો સંયુક્ત ફોટો (પોસ્ટકાર્ડ સાઈઝ), દિવ્યાંગ એસ.ટી.બસ પાસની નકલ, રેશન કાર્ડની નકલ, બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ્દ કરાયેલો ચેક પુરાવા તરીકે આપવાના રહેશે. આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જન સેવા કેન્દ્ર, જિલ્લા કલેકટર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સંપર્ક સાધી શકાશે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નવા જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર ૫, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે.






Latest News