ટંકારાના ધારાસભ્યએ કરેલ રજૂઆતથી પે એન્ડ યુઝ-વ્યક્તિગત ટોઇલેટ માટે ૪.૭૦ કરોડ મંજૂર
SHARE
ટંકારાના ધારાસભ્યએ કરેલ રજૂઆતથી પે એન્ડ યુઝ-વ્યક્તિગત ટોઇલેટ માટે ૪.૭૦ કરોડ મંજૂર
ટંકારા-પડધરીના ધારાસભ્યના અથાગ પ્રયત્નો દ્વારા ટંકારાને મળેલી નગરપાલિકામાં નગરજનોને સંપૂર્ણ સુવિધા મળે તે અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ટંકારામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા માટે પે એન્ડ યુઝ ટોઇલેટ માટે રૂપિયા ૧.૭૦ કરોડ તેમજ વ્યક્તિગત સૌચાલય માટે અંદાજિત ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે.
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને ટંકારા નગરપાલિકા દ્વારા નગરજનોને શુદ્ધ અને સ્વચ્છ ફિલ્ટર પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી ફિલ્ટર પ્લાન્ટ તેમજ નગર સ્વચ્છ બને તે માટે ભૂગર્ભ ગટર યોજના, સોસાયટીઓના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અંગેની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા GUDM અને પ્રદેશિક કમિશ્નર રાજકોટ દ્વારા કરવામાં આવેલ દરખાસ્તથી DPR બનાવવા તેમજ નિમણૂક કરવામાં આવેલ છે. જે આગામી ૯૦ દિવસમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર થતાં ટંકારા નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા ટંકારાના પ્રાણ સમા પ્રશ્નો અને ટંકારા વિકાસના કર્યો શરૂ થશે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.