વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના લૂણસર નજીકથી યુવાનનું અપહરણ કરીને માર મારનારા ત્રણ શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરના લૂણસર નજીકથી યુવાનનું અપહરણ કરીને માર મારનારા ત્રણ શખ્સની ધરપકડ

વાંકાનેરના લુણસરથી મનડાસર જવાના રસ્તા ઉપર સ્વિફ્ટ  ગાડી લઈને જઈ રહેલા યુવાન સાથે રૂપિયાની લેતી જતી બાબતનું મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા કાર સાથે કાર અથડાવવામાં આવી હતી ત્યાર બાદ યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે યુવાનને ધોકા વડે તેમજ સૂઇયા વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

થાન તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભુંડિયા (35)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખોડા રણછોડભાઈ સેફાત્રા અને ગોપાલ ઘેલાભાઈ સેફાત્રા રહે. બંને ખેતરડી તાલુકો હળવદ અને મેલા હમીરભાઇ સેફાત્રા રહે ચુંપણી તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ખોડા સેફાત્રાએ પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડી નંબર જીજે 13 એનએન 1529 માં આવીને લુણસરથી મનડાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદીની સ્વીફ્ટ કાર નંબર જીજે 36 બી 8292 માં આરોપીઓએ તેની સ્કોર્પિયો ગાડી અથડાવી હતી જેથી કરીને ફરિયાદીની ગાડીમાં આગળના કાચ તથા બોનેટમાં નુકસાન થયું હતું.

ત્યાર બાદ ફરિયાદી યુવાનનું સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણેય શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેને ધોકા વડે, ઢીકાપાટુનો અને સૂઇયા વડે શરીર ઉપર માર મારીને ઇજા કરી હતી અને બાકી નીકળતા પૈસા પાછા મેળવવા માટે થઈને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી પોલીસે આરોપી ખોડા રણછોડભાઈ સેફાત્રા અને ગોપાલ ઘેલાભાઈ સેફાત્રા રહે. બંને ખેતરડી તાલુકો હળવદ અને મેલા હમીરભાઇ સેફાત્રા રહે ચુંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને અપ્રહુત યુવાનને મુક્ત કરાવેલ હતો.

અત્રે ઉલેખનીય છે કે, આરોપીઓ યુવાનનું અપહરણ કરીને લઈ ગયા હતા તે યુવાનનો મોબાઈલ ફોન મૂકીને ગયા હતા અને ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોન બંધ હતા જો કે, વાંકાનેર અને હળવદ તાલુકા પોલીસે 20 કલાક સુધી જુદીજુદી દિશામાં તપાસ કરીને યુવાનને મુક્ત કરાવીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News