મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન


SHARE





























વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન

વાંકાનેરના તીથવા ગામની સીમમાં યુવાનની વાડીમાં માલધારીએ 51 ગાય અને 3 પાડીને લઈ જઈને જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી દીધી હતી અને ઊભા પાકને નુકસાન કર્યું હતું તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાડીમાં 95 હજાર રૂપિયાની નુકસાની કરી હોવાની યુવાને હાલમાં માલધારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયા (42)એ હાલમાં રતાભાઇ શંકરભાઈ ભરવાડ રહે. તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામની સોનિયા નામની ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને તેઓની વાડી તથા સાહેની વાડીમાં આરોપીએ પોતાની 51 ગાયો તથા 3 પાડીને લઈ જઈને ત્યાં જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી હતી અને બંને વાડીમાં ઉભા પાકમાં 95 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આટલું જ નહીં પરંતુ ફરિયાદી તથા સાહેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માલધારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મંજુબેન મહેશભાઈ સંગોડ (25) નામના મહિલાને વાડી વિસ્તારમાં ડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News