ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં
SHARE
હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં
હળવદના ટીકર રણમાં અગરિયાઓ મિઠાનો પાક લેવા માટનું કામ શરૂ કરી રહ્યા છે ત્યારે રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાનું કામ કરી રહ્યા છે તેવા સમયે ટીકર રણમાં કુવો ગાળતા હતા ત્યારે ગેસ ગળતરની ઘટના બની હતી જેમા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે બે અગરીયાઓને અસર થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
હળવદ તાલુકાના ટિકર પાસે રણમાં અગરિયા પરિવારો મીઠાની સિઝન લેવા માટે કામ કરી રહ્યા છે ત્યારે કૂવો ગાળતા સમયે દુર્ઘટના થઇ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (30) રહે. સુંદરગઢ વાળાનું મોત થયેલ છે. તો સાગર અમરશીભાઈ રાણેવાડિયા (25) અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (25)ને શ્વાસ લેવામાં તકલીફ થતા ગેસની અસર થયેલ હોવાથી તે બંન્નેન સાકવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલમાં તે બંન્નેન સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે. સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ ઘટનાથી અગરિયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.