મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી
SHARE
મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી
મોરબીમાં સિરામિક કારખાનું ધરાવતા યુવાનની સાથે ભેજાબાજ શખ્સે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો.ત્યાર બાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ આપવાનું કહેવામા આવ્યું હતું.જેથી કરીને યુવાને પેમેન્ટ કરી આપ્યું હતું.ત્યાર બાદ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે મે કોઈ મેસેજ કરેલ નથી..! જેથી યુવી સિરામિક ઉદ્યોગકાર સાથે 98 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવેલ છે. જેથી કરીને યુવાને જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ શીવશકિત પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક કારખાનું ધારવતા કેતનભાઇ પ્રભુલાલ દલસાણીયા (38) એ હાલમાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નં. 99369 55716 ના ધારક તથા યુકો બેંક એકાઉન્ટ નં. 34990210000687 ના ખાતા ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 19/11/24 ના રોજ ફરિયાદી મોરબી નજીક આવેલ તેના કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રા.લી કારખાનની ઓફીસે હતા.ત્યારે આરોપીએ વ્હોટશએપ નં. 99369 55716 ઉપરથી ફરિયાદીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો અને તેણે પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો અને ફરિયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ફરિયાદીને જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ઓળખ આપનાર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર 34990210000687 માં ફરિયાદીને ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી જેથી ફરિયાદી યુકો બેંકના એકાઉન્ટ નંબરમાં 98 લાખ આરટીજીએસ દ્રારા મોકલી આપેલ હતા. અને ફરિયાદી શરત ચાંડાક સાથે વાત કરતા પોતે તેઓએ કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી..! જેથી યુવાનને તેની સાથે કાવતરૂ રચીને 98 લાખની છેતરપીંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસ કલમ 316 (2), 318 (4), 319 (2), 61 (2) તથા આઇ.ટી એકટ કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.