મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના વેપારીનો જીએસટી નંબર વાપરીને ગઠિયો ઉઘારમાં માલ લઈ ગયો !, રૂપિયાની ઉઘરાણી કરાઇ તો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો


SHARE













મોરબીના વેપારીનો જીએસટી નંબર વાપરીને ગઠિયો ઉઘારમાં માલ લઈ ગયો !, રૂપિયાની ઉઘરાણી કરાઇ તો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો

મોરબીમાં જીએસટી નંબરથી ટાઈલ્સનો વેપાર કરતા વેપારીઓની ચિંતામાં વધારો કરે તેવી માહિતી સામે આવેલ છે જેમાં યુવાને લીધેલ જીએસટી નંબરનો દુરુપયોગ કરીને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા વેપાર કરવામાં આવે છે તેવું સામે આવ્યું છે જેથી કરીને છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની અરજી કરેલ છે.

મોરબીની ટાઈલ્સ દેશ અને વિદેશમાં વેચાય છે અને તેના કાયદેસરના વેચાણ માટે સરકારનાં જીએસટી નંબર મેળવીને વેપાર કરતા ઘણા વેપારીઓએ ઓફિસો ખોલી છે. ત્યારે આવા વેપારીઓના જીએસટી નંબર નાખીને વેપારીઓ પાસેથી બાકીમાં ટાઇલ્સ ખરીદીને રોકડામાં બીજાને વેચી નાખે છે. જ્યારે બાકીમાં માલ આપનાર વેપારી આવા જીએસટી નંબર વાપરતા મૂળ વેપારી પાસે આવીને ઉધાર માલ આપ્યો છે તેના નાણાંની ઉઘરાણી કરે છે ત્યારે જ તે વેપારીને ખ્યાલ આવે છે કે તેની સાથે કોઈ છેતરપિંડી કરી ગયેલ છે. આવી જ એક ઘટના મોરબીમાં બનેલ છે જેમાં નાણાંની કડકાઇથી ઉઘરાણી કરતા હોવાથી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ બે મોબાઈલ નંબર સાથે છેતરપિંડી કરતા ફ્રોડ માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને ફરિયાદ લેવા માટેની માંગ કરી છે.

વધુમાં મળી રહેલા માહિતી મુજબ મોરબી લાલપર ગામ નજીક શિવ સીરામીક નામની પેઢી ધરાવતાં ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ  મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમાં જણાવ્યુ છે કે, શિવ સિરામિક નામની પેઢી તે ચલાવે છે અને તેના જીએસટી નંબરથી તેઓ ટાઇલ્સ  નો લે-વેચ નો વેપાર કરે છે. ત્યારે મોબાઈલ નંબર ૯૯૯૮૪૫૩૩૩૪ અને ૬૩૬૩૧૮૭૬૦૧ નો ઉપયોગ કરતા કોઈ સુમિત પટેલ નામના શખ્સે શિવ સીરામીક નામની પેઢીનો માલ ખરીદીને  તેની રીતે ગ્રાહકોને વેચી નાખે છે. જો કે, બાકીમાં માલ લેનારા શખ્સે હાલમાં અરજી કરનારની ઓફિસનું સરનામું અને તેના જીએસટી નંબર લખાવે છે.

જેથી કરીને ગણેશ પરસોતમ કાસુન્દ્રાની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. અને તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવેલ છે. અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી કરીને  સુમિત પટેલ નામના જે શખ્સે જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.






Latest News