લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીક
SHARE
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીક
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીકની શરૂઆત કરવામાં આવેલ છે.
સંજીવની પેથોલોજી લેબોરેટરી ડૉ.રૂચિ પી.પંડ્યા (પેથોલોજીસ્ટ ) રામ ચોક ભગવતી ચેમ્બર્સ પહેલા માળે સાવસર પ્લોટ-૧૨ મોરબી ખાતે દર મંગળવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી વિના મૂલ્યે (ફ્રી) ડાયાબિટીશ ચેકઅપ કરી આપવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ લાયન ડૉ.પ્રેયસ પંડ્યા, ડિસ્ટ્રીકટ ડાયાબિટીશ ચેરમેન લાયન ડૉ. જયેશ પટેલ અને સેક્રેટરી લાયન દિનેશ વિડજાએ યાદીમાં જણાવાને લાભ લેવા મોરબીવાસીઓને અપીલ કરેલ છે.
ઇ-શ્રમ કાર્ડ માટે કેમ્પનું આયોજન
ઈ-શ્રમ કાર્ડધારકને રૂા.૨ લાખનો મફત જીવન વીમો અને આગામી સમયમાં સરકારી લાભો મળવાના હોય આવું ઉપયોગી ઈ-શ્રમ કાર્ડ કઢાવવા ઇચ્છતા મોરબી શહેરના લોકો કે જેઓ અસંગઠિત કામદાર તરીકે નાના-મોટા ધંધા કે આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે સંકળાયેલ છે અને જેઓ ટેક્ષ ફાઇલ રિટર્ન કરવાની કેટેગરીમાં આવતા નથી તેવા તમામ ૧૬ થી ૫૯ વર્ષની ઉમર વાળા લોકો આધારકાર્ડ અને તેની સાથે લિન્ક મોબાઈલ નંબર લઈ આ માટે મોરબી નગરપાલિકા અને કોમન સર્વિસ સેન્ટર- શ્રમ આયુક્ત કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં તા.૧૦-૧૧ ને બુધવાર સવારે ૧૦ થી સાંજના ૩ વાગ્યા સુધી મોચી મંદિર મોચી શેરી મોરબી ખાતે તેમજ ૧૦ થી ૫ વાગ્યા સુધી દરીયાલાલ મંદિર, મેમણ કોલોની મોરબી ખાતે મફતમાં આ કાર્ડ કાઢી આપવાનો કેમ્પ આયોજિત કરેલ છે.જેમાં બધા જરૂરીયાતમંદ લોકોને લાભ લેવા તેમજ અન્ય જરૂરીયાતમંદોને લાભ લેવડાવવામાં આવે તેવી અપીલ સેનીટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ કરેલ છે.