મોરબીના રવાપર ગામના યુવાને કોરોનાના બે ડીઝ લીધા પછી પણ આવ્યો કોરોના પોઝિટિવ !
પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું
SHARE
પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આગામી તારીખ ૧૩ ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સ્નેહ મિલનની પત્રિકાની અંદરથી મોરબીના માજી ધારાસભ્યના નામની બાદબાકી કરવામાં આવી હતી જેથી કરીને આ મુદે પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલનના કાર્યક્ર્મની નવી પત્રિકા તૈયાર કરવામાં આવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને કરવામાં આવેલ ફરિયાદની સીધી જ અસર જિલ્લા ભાજપના કાર્યક્ર્મની પત્રિકામાં જોવા મળી છે
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને આગામી તારીખ ૧૩ ના રોજ મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે આ કાર્યક્ર્મની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ શરૂ થયો હતો કેમ કે, સ્નેહ મિલન કાર્યક્રમ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોના નામ લખવામાં આવ્યા હતા
જોકે મોરબી-માળિયા વિસ્તારની અંદર સતત ૨૫ વર્ષ સુધી ભાજપનો ગઢ જાળવીને રાખનારા અને સતત પાંચ વખત વિજેતા બનેલા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન હોવાથી કાંતિભાઇ અમૃતિયાના સમર્થક અને ભાજપના પાયાના પથ્થર જેવા કાર્યકર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને આ મુદ્દે ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી અને તે ઓડિયો વાઇરલ થયો હતો અને ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કરવા માટે મોરબી જિલ્લા ભાજપના આગેવાનોને કહેવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું અને હાલમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવી આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે જેમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું છે તેની સાથોસાથ સાંસદ પૂનમબેન માડમ, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલના નામનો પણ ઉમેરો કરવામાં આવેલ છે