મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ
મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો
SHARE









મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો
ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગુજરાત તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં 26 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે બે કલાકે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.
