મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ
SHARE









મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ
26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે જુદીજુદી જગ્યાએ કાર્યક્ર્મ યોજવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, લાલતિભાઈ કસૂન્દ્રા, ભાવિકભાઈ મૂછડિયા, ટીનાભાઈ પટેલ, દીપકભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વિડ્જા, વસિમભાઇ મન્સૂરી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
