મોરબીમાં માલધારી દિવસની ઉજવણી નિમિતે ગૌમાતાનું પૂજન-વૃક્ષારોપણ કરાયું
SHARE









મોરબીમાં માલધારી દિવસની ઉજવણી નિમિતે ગૌમાતાનું પૂજન-વૃક્ષારોપણ કરાયું
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠનના યુવાનો દ્વારા વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજના યુવાનો દ્વારા ગાયમાતાનું પૂજન કરીને વૃક્ષારોપણ કર્યું હતું. અને પશુ તથા પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સાથેસાથે માલઢોર પ્રત્ય વ્યવસાયીક ધોરણ જ નહિ પરંતુ એક સામાજિક ફરજ સમજી તેમનું જતન કરી સંવેદના વ્યકત કરી વિશ્વ્ સામે ગ્લોબલ કાલયમેન્ટ ચેન્જની જટિલ સમસ્યા નિવારવા માલધારી સમાજ પર્યાવણ પ્રત્ય જાગૃકતા કેળવી માલધારીયત પણું દાખવી વિશ્વ અને રાષ્ટ્રના નિર્માણમાં અગ્રેસર રહી કાર્ય કરવાની નેમ સાથે માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
