મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત


SHARE











મોરબીના ઉંચી માંડલ ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે તા.૨૫ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ ક્રોસ કરી રહેલા મૂળ ધાંગધ્રાના આધેડને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધા હતા.જેથી કરીને બનાવ સ્થળે જ આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને હાલ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા જસાપર ગામના ભગવતીપ્રસાદ ગાંડાલાલ મખીયાળા વાણંદ નામના ૫૫ વર્ષીય આધેડ તા.૨૫ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મોરબી-હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે બાપાસીતારામ હોટલ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટે લીધા હતા.જે બનાવમાં ભગવતીપ્રસાદ ગાંડાલાલ મખીયાળા નામના ૫૫ વર્ષીય આધેડનું મોત નિપજયુ હતુ.અને બનાવને પગલે મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા હાલ અકસ્માત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મજૂર યુવાન સારવારમાં

મૂળ ઝારખંડના પશ્ચિમ સિંધુભૂમિ રોડ પંડાબિટ સાંઇબારા નજીક આવેલ બરકેલા વિસ્તારનો રહેવાસી અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ ફોશીના સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો વિશાલ ગગરાઈ નામનો ૨૦ વર્ષનો મજૂર યુવાન જમ્યા બાદ કામ ઉપર જવા માટે નીકળ્યો હતો ત્યારે વજન કાંટાની પાસે તેના પગ ઉપરથી ટ્રક ફરી વળ્યો હતો જેથી કરીને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ સાથે તેને શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હાલ બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મયુર પુલ ઉપર તા.૨૬ ના રાત્રીના દોઢેક વાગ્યાના આરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાઇક સ્લીપ થઈ જવાની ઘટનામાં માથાના ભાગે ઇજા પામેલ હાલતમાં હર્ષ જયેશભાઈ જયસુર (ઉંમર વર્ષ ૨૫) રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે મોરબી-૨ નામના યુવાનને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર રહેતા રઘાભાઈ બચુભાઈ ભીમાણી નામનો ૪૦ વર્ષનો યુવાન પગપાળા જતો હતો.ત્યારે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે તેને હેડફેટ લેતા કમરના ભાગે ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોય હાલ આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News