મોરબીમાં મોબાઈલની લૂંટ માટે યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીના 29 મી સુધીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું
SHARE
મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ L ગ્રુપથી ઓળખાતા લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકમાં કામ કરતાં શ્રમિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકોને ઇપીએફો દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ઈએસઆઇસી દ્વારા ચાલતા સુવિધા સમાગમ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સંયુક્તમાં કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ આવે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દર મહિને તા. 27 ના રોજ શ્રમિકોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઇપીએફો તરફથી ઈરમબેન શેખ, ઈએસઆઇસી તરફથી સચિનભાઈ જાની, મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.