વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલની લૂંટ માટે યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીના 29 મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE

















મોરબીમાં મોબાઈલની લૂંટ માટે યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીના 29 મી સુધીના રિમાન્ડ મંજૂર

વર્તમાન સમયમાં ચોરી કે લુંટ માટે હત્યા કરવામાં આવે તેવી ઘણી ઘટનાઓ બની છે તેવામાં મોરબી નજીકના હરીપર (કેરાળા) ગામ પાસે સીરામીક કારખાના નજીક યુવાન ઉપર અજાણ્ય શખ્સો દ્વારા લુંટની ઇરાદે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને છાતીપડખા અને પેટના ભાગે ત્રણ તિક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા.જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને યુવાનના મોબાઇલની લુંટ કરવા માટે તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી આ આરોપીઓને રિમાન્ડ ઉપર લઈને અન્ય કેટલા અને કેવા કેવા ગુના આરોપીઓને આચારેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના હરીપર (કેરાળા) ગામની વચ્ચે આવેલ આઇકોલક્ષ સીરામીકમાં કામ કરતા અને ત્યાં રહેતા મૂળ રહે.ઉત્તરપ્રદેશના રહેવાસી ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બનજારા (36) ને તિક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવેલ હતા જેથી તે યુવાનને ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત થયું હતું.મૃતક યુવાન આઈકોનલક્ષ સિરામિક કારખાનામાં કામ કરતો હોય તે કારખાનાની બહારના ભાગમાં સીમ વિસ્તારમાં આવ્યો હતો.તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા લુંટના ઇરાદે તેના ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છરીના છાતીપડખા અને પેટના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા.જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. 

આ બનાવ સંદર્ભે કોન્ટ્રાકટર કરણસિંહ પૃથ્વીસિંહ નાયકએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી.જેમા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે. અને બનાવ સમયના તે વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલ બાઇક આધારે પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે અને આરોપી ઇસ્માઇલ સલેમાનભાઇ સખાયા, અવેશ સુભાનભાઇ મોવર મિંયાણા અને સાહિલ અબ્દુલભાઇ મોવર રહે. બધા જ માળીયા (મિં.) વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણેય આરોપીના આગામી તા 29 સીધીના રિમાન્ડ મેળવેલ છે.

આ આરોપીઓએ મૃતક યુવાનના મોબાઈલ ફોનની લૂંટ કરી હતી જે મોબાઈલ સહિતના મુદામાલને પોલીસે કબજે કરેલ છે અને પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ બે થી ત્રણ લોકોને આવી જ રીતે રાત્રીના સમયે એકદ દોકલ મળી આવતા રોકડ સહિતનો મુદામાલ પડાવી લીધો હોવાનું સામે આવ્યું છે જો કે, રિમાન્ડ દરમ્યાન આરોપીઓએ અન્ય કેટલા ગુના આચારેલ છે અને કેવા કેવા ગુના આચારેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે તેવી માહિતી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા આપવામાં આવી હતી. અને મોરબીના ઓદ્યોગીક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ ઊભા રાખે તો ઊભા ન રહેવા અને કિંમતી સમાન લઈને રાતના સમયે અવાવરુ જગ્યાએથી ન નીકળવા માટે લોકોને અધિકારી અપીલ પણ કરેલ છે.




Latest News