મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ


SHARE







મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે વર્ષ-૨૦૨૨ માં થયેલ ચકચારી હત્યાના સેસન્સ કોર્ટે ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૧૨-૨૨ ના રોજ ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે મરણજનારને તા.૧૬-૧૨-૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધકકાવાળી મેલડીમાતાના મંદીર પાસે રેલ્વેના ખુલ્લા મેદાનમાં આરોપીઓએ ભોગ બનનાર તથા સાહેદ જીતેશ કાંતીભાઈ દેવીપુજક બન્ને જુની અદાવતનુ સમાધાન કરવા મોબાઈલ ફોનથી બોલાવી આરોપીઓએ ગેરકાયદેસરની મંડળી રચીને ભોગ બનનારને પેટના ભાગે તેમજ શરીરે દશ જેટલા છરીના ધા મારીને તથા લાકડી તથા ધોકાથી માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે જ ગંભીર પ્રકારની ઈજા કરી તથા સાહેદને લાકડીથી માર મારી નાશી જઈ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ ફરીયાદ આપેલ .જેથી રાજકોટ રેલ્વે પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪  ૧૨૦(બી) તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે.ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે.આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News