મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ


SHARE











મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ

મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં થતી બેફામ ખનીજ ચોરી રોકવા માટેની માંગ કરવામાં આવી છે તેની સાથોસાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં ખોટી રેડ કરીને દંડ કરવામાં આવેલ છે જેથી કરીને અધિકારીની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સિમ વિસ્તારમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ૨૪ કલાક ખનીજ ચોરી કરવામાં આવે છે જેથી કરીને પંચાયત તથા સરકારની તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે તો પણ મોરબી જિલ્લા ભૂસ્તર શાખા ખનીજ ચોરીને રોકવામાં નિષ્ફળ નીવડેલ છે અને ખનીજ માફિયાને દડવાને બદલે જ્યાં પંચાયત કે લોકહિતના કામ કરવામાં આવે છે ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રેડ કરવામાં આવે છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના ગીર ખીજડીયા ગામે અને થોડા સમય પહેલા લજાઈ ગામે લોકહિતના કામ કરતા વાહનોને પકડવામાં આવ્યા હતા અને દંડ લેવામાં આવેલ હતો જેથી કરીને ભૂસ્તર શાખાના અધિકારીની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાથી સરપંચો અને ગામના લોકોને બચાવવામાં આવે તેવી મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.




Latest News