મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાવડીની ભક્તિનગર સોસાયટીના લોકો ભાજપના આગેવાન-પાર્ટીને બદનામ કરે છે: વાઇરલ થયેલ ઓડિયો બાબતે ટંકારાના ધારાસભ્યની સ્પષ્ટતા


SHARE









વાવડીની ભક્તિનગર સોસાયટીના લોકો ભાજપના આગેવાન-પાર્ટીને બદનામ કરે છે: વાઇરલ થયેલ ઓડિયો બાબતે ટંકારાના ધારાસભ્યની સ્પષ્ટતા

મોરબીના વાવડી ગામની બાજુમાં આવેલ સોસાયટીમાં રોડ બનાવ માટે છેલ્લા ઘણા વર્ષોથી વાતો કરવામાં આવી રહી છે જો કે, કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને સ્થાનિક મહિલાએ ટંકારાના ધારાસભ્યની સાથે ફોનમાં વાત કરી હતી અને તેમાં ધારાસભ્યએ તે મહિલાને કહ્યું હતું કે, “મીડિયાથી કંઈ થાય નહીં, કામ તો અમારે જ કરવાનું છે” જે બાબતે ટંકારા પડધરીના ધારાસભ્યએ કહ્યું હતું કે, તે વિસ્તારના લોકો ભાજપના આગેવાન અને પાર્ટીને બદનામ કરે છે માટે તેને વડીલ તરીકે સલાહ આપી હતી.

મોરબી તાલુકાનાં વાવડી ગામની બાજુમાં ભક્તિનગર-1 સોસાયટી આવેલ છે જેમાં મેઇન રોડ બનાવવા માટે છેલ્લા દસ મહિનાથી વધુ સમયથી સ્થાનિક લોકો દ્વારા ભાજપના આગેવાનોને કહેવામા આવી રહ્યું છે અને ત્યાં રોડ બનાવવા માટેની ખાતરી આપવામાં આવે છે જો કે, કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને અગાઉ ભાજપના આગેવાન અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્યનો એક વિડીયો આ વિસ્તારના લોકોએ વાઇરલ કરેલ હતો ત્યાર બાદ હાલમાં આ વિસ્તારમાં રહેતા દીપિકાબેન ગોધાવિયા નામની મહિલાએ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને ફોન કરેલ હતો અને તે ઓડિયો આજે સવારથી સોશયલ મીડિયામાં વાઇરલ થયેલ છે

જેમાં ધારાસભ્ય અરજદાર મહિલાને કહે છે કે “મીડિયાથી કંઈ થાય નહીં, કામ તો અમારે જ કરવાનું છે” જેથી આ ઓડિયો બાબતે મહિલાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ સોસાયટીમાં રોડ બનાવવા માટે દસ મહિનાથી વાતો કરી રહ્યા છે પણ કામ કરતાં નથી જેથી કરીને ધારાસભ્યની સાથે ફોન પર કરી હતી અને શું વાત થયેલ છે તે સોસાયટીના લોકોને ખબર પડે તે માટે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રૂપમાં તે ઓડિયો મૂક્યો હતો. અને આ ઓડિયો કોને વાઇરલ કરેલ છે તેની તેઓને ખબર નથી.

જો કે, આ બાબતે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈપના વિસ્તારમાં રહેલા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે કામ કરવાનું હોય છે અને તે વિસ્તારમાં રોડ માટેની ગ્રાન્ટ મંજૂર કરી દીધેલ છે જો કે, અરજદાર મહિલાને ફોનમાં વાત કરી ત્યારે પણ તેમના વિસ્તારમાં કામ ધીમે ધીમે ગ્રાન્ટ મંજૂર થતી જશે તેમ કરી આપવામાં આવશે તેવું કહ્યું છે જો કે, તે વિસ્તારના કેટલાક હિતશત્રુઓ અવાર નવાર ભાજપના આગેવાનો અને પાર્ટીને નુકશાન થયે તે રીતે ઓડિયો અને વિડીયો વાઇરલ કરી રહ્યા છે જેથી તે મહિલાને વડીલ તરીકે સલાહ આપી હતી. 




Latest News