મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાને અને લગ્નમાં જવાનું કહીને નીકળેલ યુવાન બાપાસીતારામ ચોક ખાતેથી ગુમ


SHARE

















મોરબીમાં દુકાને અને લગ્નમાં જવાનું કહીને નીકળેલ યુવાન બાપાસીતારામ ચોક ખાતેથી ગુમ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે દુકાને જાવ છું અને ત્યાંથી લગ્ન પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ છેલ્લા ચાર દિવસથી યુવાન ગુમ થઈ ગયેલો હોવાથી પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ભીમાણી પટેલ નામના ૪૦ વર્ષીય વ્યક્તિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર મૌલિક ભરતભાઇ ભીમાણી (ઉમર ૨૦) રહે.ખાનપર વાળો મોરબીના રવાપર રોડ બાપાસીતારામ ચોક ખાતે આવેલ વન સેન્ટર કાપડની દુકાન જવા ગત તા.૨૬-૧૧ ના સવારે નવેક વાગ્યે નીકળ્યો હતો અને તે ત્યાંથી લગ્ન પ્રસંગે બહાર જવાનો છે. તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો જો કે તે પરત ફર્યો ન હોય પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ મૌલિક ભીમાણીનો ક્યાંથી પતો લાગ્યો ન હોવાથી તેના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી અને હાલ તેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નવી પીપળી ગામે રામજી મંદિર નજીક રહેતા ગણેશભાઈ પ્રેમજીભાઈ જેઠલોજા નામના ૭૬ વર્ષના આધેડ બાઈકમાં બેસીને રણછોડગઢ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા ડાબા પગના ભાગે ફેક્ચર થતા તેઓને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બે બાઇક અથડાતા ઇજા

મોરબીના નજરબાગ રોડ ઉપર આવેલ જોડીયા હનુમાન પાસે તા.૨૭ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા હતા જે બનાવમાં કપિલ મહેન્દ્રભાઈ ત્રિવેદી (૨૯) રહે.મારુતિનંદન પાર્ક સોસાયટી નવલખી ફાટક પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલ ખાતે તેના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસે વિશાલ ફર્નિચર નજીક રહેતા અસ્મિતાબેન પ્રવીણભાઈ ખીમાણીયા નામની ૨૬ વર્ષીય મહિલાને તા.૨૭ ના બપોરના ત્રણેક વાગ્યના અરસામાં ચાર લોકો દ્વારા મૂઢ માર મારવામાં આવ્યો હતો.જેથી ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા પોલીસ સ્ટાફના વી.કે.ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી




Latest News