મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત


SHARE









વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે રાજકોટથી યુવાન આવ્યો હતો ત્યારે મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા માટે જતા સમયે અકસ્માતે કોઈ કારણોસર યુવાન પાણીમાં પડી ગયો હતો જેથી તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ નવજીવન હોલ સામે ન્યુ સુભાષ નગર સોસાયટી શેરી નં-2 માં રામજી મંદિરની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઇ પાનસુરીયા (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા જતા સમયે કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે રાજેશભાઈ પાનસુરીયાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હર્ષ ઉર્ફે મુન્નાભાઈ દુધરેજીયા (45) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News