મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા લેનારા યુવાનના પત્નીને માર મારનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ


SHARE

















મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા લેનારા યુવાનના પત્નીને માર મારનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ

મોરબીમાં રહેતા યુવાનને કેન્સરની બીમારી છે અને તેના પિતાને પણ કેન્સર હતું જેથી કરીને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી અને આ યુવાને તેના મિત્ર પાસેથી 4.50 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા જો કે, તેના પિતાનું કેન્સરના લીધેલ અવસાન થયું હતું અને તેની નોકરી જતી રહી હતી જેથી વ્યાજખોરને તે સમયસર રૂપિયા ન આપી શકતા યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની તેમજ તેની પત્નીને ઘરે આવીને વ્યાજખોરે ફડાકા માર્યા હતા જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતમાં વ્યાજના દૂષણના લીધે અનેક પરિવારના માળા વિખાઈ ગયેલ છે. અને અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે ઘર છોડીને જતાં રહ્યા હોય તેવી પણ ઘટનાઓ બનેલ છે તેવામાં મોરબીમાં આવેલ રાજનગરમાં સંગાથ પેલેસ ફ્લેટ નં. 501 માં રહેતા અને સોલાર કંપનીમાં ડીઝાયનર અને માર્કેટીંગ સ્ટાફ તરીકે કામ કરતાં જયદીપભાઈ વાલજીભાઈ માણસુરીયા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શકત શનાળા મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે

જે ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કે, તેને છેલ્લા આઠેક વર્ષથી બ્લડ કેન્સર હોય તેની અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે. જો કે, તેના પિતાને મોઢાનું કેન્સર હતું જેથી કરીને આ યુવાનને રૂપિયાની જરૂર હતી અને તેને તેના મિત્ર જયસુખભાઈ મિયાત્રા પાસેથી 4.50 લાખ 20 ટકા વ્યાજે લીધેલ હતા જેની સામે અત્યાર સુધીમાં 5.50 લાખથી વધુ ચૂકવી દીધેલ છે તો પણ વધુ 4.50 લાખની માંગણી કરીને ફરિયાદી પાસેથી લીધેલા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરેલ છે.

જો કે, આ યુવાનના પિતાનું કેન્સરના લીધે મોત થયું છે અને તેની નોકરી પણ જતી રહી છે જેથી તે વ્યાજ સમયસર ન ચૂકવી શકતા જયસુખભાઈ મિયાત્રા તેના ઘરે આવ્યો હતો ત્યારે યુવાન હાજર ન હોય તેની માતા અને પત્નીને ગાળો આપી હતી અને ફરિયાદીના પત્નિ પુનમબેનને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે ત્રણ ફડાકા માર્યા હતા. જે બાબતે ફરિયાદીએ આરોપીને ફોન કરતાં આરોપી તેના ઘર પાસે આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની તેમજ મોરબીમાં નહી રહેવા દેવાની ગર્ભીત ધમકી આપી હતી.

જો કે, યુવાને ફરિયાદ નોંધાવતાની સાથે જ તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે આરોપી જયસુખભાઈ ઉર્ફે જશભાઇ રજનીકાંતભાઈ મિયાત્રા (30) રહે. શનાળા મંદિર પાસે મોરબી મૂળ નગાવલાડીયા આદિપુર કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય રીતે દવાખાનના કામ માટે કે પછી ધંધા માટે લોકો રૂપિયા વ્યાજે લેતા હોય છે પરંતુ ગેરકાયદે વ્યાજના ધંધા કરનારા શખ્સો દ્વારા આવા જરૂરિયાતમંદો પાસેથી લાકડા જેવુ વ્યાજ લેવામાં આવે છે અને જો વ્યાજના રૂપિયા ન આપે અથવા તો હપ્તો સમયસર ન આપવામાં આવે તો જાનથી મારી નાખવા સહિતની ધમકીઓ આપવામાં આવે છે.




Latest News