મોરબીના જલારામ મંદિરે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૮૭ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાંથી ગુમ થયેલ યુવાન મહિલા સહકર્મી સાથે જયપુર ફરવા ગયો હોવાનું ખૂલ્યું !
SHARE









મોરબીમાંથી ગુમ થયેલ યુવાન મહિલા સહકર્મી સાથે જયપુર ફરવા ગયો હોવાનું ખૂલ્યું !
મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને તે જ્યાં કામ કરતો હતો ત્યાં કામ કરતી એક મહિલા સાથે આંખ મળી ગઈ હતી અને જેથી તે યુવાન તેની સાથે જયપુર ફરવા જતો રહ્યો હતો તેવી માહિતી પોલીસ તપાસ દરમિયાન સામે આવેલ છે. અને યુવાન હેમખેમ મળી આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો મૌલિકભાઈ ભરતભાઈ ભીમાણી (20) નામનો યુવાન ગુમ થઈ ગયો હતો જેથી તેના પરિવાર દ્વારા તેને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી જો કે, તેનો કોઈ જગ્યાએથી પતો ન લાગતાં આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી જેથી પોલીસ અને પરિવારજનો ગુમ થયેલા મૌલિકભાઈ ભીમાણીને શોધતા હતા દરમિયાન આ યુવાન હેમખેમ પરત આવી ગયેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ યુવાન જે જગ્યા ઉપર કામ કરતો હતો ત્યાં તેની સાથે કામ કરતી મહિલા સાથે તેને આંખ મળી ગઈ હોય તે બંને જયપુર જતા રહ્યા હતા. તેવી ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવેલ છે
બાઈકમાંથી યુવાન પડી ગયો
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા પિયુષભાઈ રમેશભાઈ સાદરીયા (35) નામનો યુવાન બાઇક લઈને વાવડી અને બગથળા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર પડી જતા તેને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગાહીની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનને ઇજા
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે નેક્ષોન સિરામિક કારખાના સામે ટ્રક ચાલકે આનંદકુમાર સિંહ (32) નામના યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબી નજીક આવેલ દરિયાલાલ કાંટા પાસેથી શારદાબેન મનીષભાઈ ડાભી (40) નામના મહિલા પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા રિક્ષા ચાલાકે તેમને હડફેટે લેતા મહિલાને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
