બાંગલાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર બંધ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ
SHARE









આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા બાંગ્લાદેશમાં હીન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપયુ છે
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ તથા કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુઓ વસુદેવ કુટુંબ ની ભાવનાથી દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ના મંદિર ને નુકસાન પહોંચાડે છે અને બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓ ને બહુમતી ધરાવતા આપણા દેશ પાસે ઘણી આશાઓ છે છતાં ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે કલેકટર મારફતે પ્રધાનમંત્રીને રજુઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું .
