મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને મર્ડરની ધમકી આપનાર વ્યાજખોર જેલ હવાલે


SHARE







મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને મર્ડરની ધમકી આપનાર વ્યાજખોર જેલ હવાલે

મોરબીમાં રહેતા યુવાને ત્રણ ટકાના વ્યાજ લેખે લીધેલા રૂપિયા આપનાર વ્યક્તિનું મોત નીપજયું હતું ત્યાર બાદથી વ્યાજે રૂપિયા આપનારા વ્યક્તિના ભાઈ દ્વારા યુવાન પાસેથી વ્યાજ સહિતના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને યુવાનને ઓફિસે બોલાવીને તથા ફોન ઉપર ગાળો આપીને મર્ડરની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરની પાછળના ભાગમાં આવેલ વિક્રમ વાળી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (32)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેણે અશોકસિંહના મોટાભાઈ શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી 4,00,000 રૂપિયા 3 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેનું મોત થયું છે ત્યાર બાદથી અશોકસિંહ ઝાલા ફરિયાદી પાસેથી વ્યાજ સહિતના રૂપિયા પાછા લેવા માટે ઉઘરાણી કરી રહ્યા છે અને આરોપીએ તેને ઓફિસે બોલાવીને તેમજ ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપીને ધમકી આપેલ છે અને “એક મર્ડર કરેલ છે તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે” તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.જાડેજા અને તેના રાઇટર દશરથસિંહ જેઠાવાએ આરોપી આશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા (29) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News