મોરબી : રવિવીરે પ્રાકૃતિક વસ્તુઓ રાહત ભાવે મળશે
SHARE
મોરબી : રવિવીરે પ્રાકૃતિક વસ્તુઓ રાહત ભાવે મળશે
મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે આવેલા સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આગામી તા.૮ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓ મળશે.
જેમા દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા ત્થા બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુધ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ધુપ-અગરબત્તી, ગુગળ કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી-પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે.તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલે્લ કાળા અને સફેદ તલની સાંનિ, કચ્ચરીયુ તથા શુદ્ધ મગફળીનું તેલ, દરેક બીમારીમાં ઉપયોગી દેશી ખાંડ સિંધાલૂણ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મળશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.ખરીદી કરવા આવનારે કાપડની થેલી સાથે લઈને આવવા જણાવાયેલ છે