મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટીબી મુક્ત મોરબી: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો


SHARE

















ટીબી મુક્ત મોરબી: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો

મોરબી જિલ્લામાં મોરબી પ્રભારી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જિલ્લા પંચાયત ખાતેથી 100 Days Intensified Campaign on TB Elimination નો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને મંત્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માત્ર આંતરમાળખાકીય વિકાસ કે જીડીપીની સાથે સર્વાંગિક વિકાસને ભારોભાર મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યું છે. ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી ૫૦૦ ની સહાય વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સરકારે ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું જે લક્ષ્ય બનાવ્યું છે.

તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આરોગ્ય સુખાકારી માટે રોડમેપ બનાવી સરકાર તે તરફ આગળ વધી રહી છે, દરેક બાળક માનસિક શારીરિક રીતે સક્ષમ બને તે માટે દરેક આરોગ્ય કર્મચારી પોતાની નોકરીને એક સેવા માનીને કામગીરી કરે તે અનિવાર્ય છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ટીબીને નાથવા માટે ઝુંબેશ રૂપે અભિયાન શરૂ કર્યું છે. આ અભ્યાનને સહિયારા પ્રયાસોથી સફળ બનાવવા તેમણે સૌને અપીલ કરી હતી.

સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત દેશનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સમગ્ર દેશમાંથી ટીબી રોગ નાબુદ કરવા પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મોરબી ખાતેથી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી '100 days intensified Campaign on TB Elimination' અભિયાન શરૂ કરાવ્યું હતું.

આ અભિયાન હેઠળ દેશના ૩૪૭ જિલ્લાઓને પ્રાથમિક ધોરણે આવરી લેવામાં આવનાર છે. જેમાં ગુજરાતના કુલ ૧૬ જિલ્લા અને ૦૪ કોર્પોરેશનની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાનો પણ શમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ, ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ, <18.5 BMI (જેમનું BMI 18.5 થી ઓછું હોય), ધુમ્રપાન કરતા હોય તેવી વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા વ્યક્તિઓ અને છેલ્લા ૨ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા દર્દીના ઘરના સભ્યોને આવરી લેવામાં આવશે. જે અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટીબીના દર્દીઓને કીટ આપતા દાતાશ્રીઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવે કર્યું હતું, આભારવિધિ ટીબી અધિકારી ડો. ધનસુખ અજાણાએ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અગ્રણી રણછોડભાઈ દલવાડી તથા કે.એસ. અમૃતિયા સહિત સ્થાનિક આગેવાન અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News