મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રકૃતિ શિબિર યોજાઇ
SHARE
મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રકૃતિ શિબિર યોજાઇ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અન્વયે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે. પ્રી -વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બેગલેશ ડેના ભાગરૂપે પીએમશ્રી તાલુકા શાળા નં.૨, દરબારગઢ મોરબીની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડિયા (R.F.O) ની સૂચના મુજબ પ્રકૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને રામપરા રાઉન્ડ ફોરેસ્ટર જે.કે. ઝાલા તેમજ વનરક્ષક વી.જે.ગોહિલ તથા ટમારીયાભાઈ દ્વારા વિદ્યાર્થીઓને રામપરામાં ઉગતી જંગલની વિવિધ વનસ્પતિઓ, વિવિધ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. વહેલી સવારે જંગલ ટ્રેઈલ કરાવી પ્રાણીઓના પંજાના નિશાનની સમજૂતી આપી હતી. અને રાત્રે કેમ્પ ફાયર કરીને વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્ય નિહાળવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસની ઉજવણીમાં એક એક વૃક્ષ વાવવા પ્રેરણા આપવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કટીબદ્ધ બનવા પ્રતિજ્ઞા લીધી હતી. આ શિબિરનું સુચારુ આયોજન પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ના શિક્ષક જાડેજા પ્રહલાદસિંહ અને જુણાચ નફિસાબેન સંભાળ્યું હતું.