મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રકૃતિ શિબિર યોજાઇ
મોરબીના વિદ્યુત સ્મશાનના ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના પરિવાર તરફથી 25 લાખનું દાન
SHARE
મોરબીના વિદ્યુત સ્મશાનના ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના પરિવાર તરફથી 25 લાખનું દાન
મોરબીના લીલાપર રોડે આવેલ વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે મહેતા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પિતાજીના સ્મરણાર્થે સબ વાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના જયદીપ ગ્રૂપ દ્વારા મોરબીના વિદ્યુત સ્મશાનમાં ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના સ્મરણાર્થે જાડેજા પરિવાર તરફથી 25 લાખનું દાન આપવામાં આવ્યું છે.
મોરબીના લીલાપર રોડે વિદ્યુત સ્મશાન આવેલ છે ત્યાં અંતિમ યાત્રા રથ એટ્લે કે સબ વાહિનીનું લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને સ્વ. ડાયાલાલ સુંદરજીભાઈ મહેતાના પરિવાર દ્વારા કમળાબેન ડાયાલાલ સુંદરજી મહેતા અને દિનેશભાઈ હસમુખભાઈ મહેતા સહિતના પરિવારજનો દ્વારા લીલાપર સ્મશાન ગૃહને સબ વાહિની અર્પણ કરવામાં આવી હતી. આ તકે સારંગપુર હનુમાનજી મંદિરના સંત ડી.કે. સ્વામી અને તે ઉપરાંત મોરબીના પાટીદાર સમાજના આગેવાન બેચારભાઈ હોથી તેમજ મોરબી ક્ષત્રિય સમાજના આગેવાન દિલુભાઈ જાડેજા સહિતના હાજર રહ્યા હતા ત્યારે આ વિદ્યુત સ્મશાનની ઓફિસના બિલ્ડિંગ માટે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા વવાણીયા વાળના સ્મરણાર્થે દિલુભા ઉદયસિંહજી જાડેજા (જયદીપ ગ્રૂપ) વાળા તરફથી 25,11,111 નું દાન આપવાની જાહેરાત કરવામા આવી હતી જેથી કરીને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું