વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલા આધેડ સવા મહિનાથી ગુમ


SHARE











મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલા આધેડ સવા મહિનાથી ગુમ

મોરબીમાં માળિયા વનાળિયા સોસાયટી પાસે આવેલ ચામુડાનગર વિસ્તારમાં રહેતા આધેડ બાઈક લઈને કામે જાવ છું તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા જોકે ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હોય હાલમાં ગુમ થયેલા આધેડના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જેથી પોલીસે ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળિયા સોસાયટી નજીક આવેલ ચામુંડાનગરમાં રહેતા અશ્વિનભાઈ ભરતભાઈ પરમારએ તેના પિતા ભરતભાઈ મગનભાઈ પરમાર (50) ઘરેથી ગત તા. 5/11 ના બપોરના 12:00 વાગ્યે નીકળ્યા બાદ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા ભરતભાઈ પરમાર ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે ફરિયાદીની બહેન દેવકીબેનને કહ્યું હતું કે “કામે જાઉ છું અને તેઓનું બાઈક મહારાણા પ્રતાપ સર્કલ પાસે મૂકીને બહાર જવાનો છું વહેલા મોડો આવી જઈશ અને અશ્વિનને કહેજે કે બાઈક લેતો આવે” જોકે ગત તા. 5/11 ના રોજ ઘરેથી નીકળ્યા બાદ તેઓનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી ગુમ થયેલા આધેડના દીકરાએ આપેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા મેહુલ મનસુખભાઈ સોલંકી (27) નામનો યુવાન મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે તે બાઇકમાંથી પડી જતા તેને શરીરે ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઇ ચૌહાણ (52) નામના આધેડને સરતાનપર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટ્રક સાથે ટ્રક આથડાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામ પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રવિકુમાર રાજનસિંગ (24) નામના યુવાનને ઇજાઑ થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.




Latest News