ટંકારાના ઘુનડા (સ) ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી
SHARE
ટંકારાના ઘુનડા (સ) ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી
ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા યુવાન સાથે અગાઉ માથાકૂટ થયેલ હતી તે બાબતનો ખાર રાખીને યુવાનને શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો દેવામાં આવી હતી અને ત્યારબાદ લાકડી વડે તેને જમણા પગના ગોઠણ ઉપર માર માર્યો હતો અને ફેકચર કરવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા (24) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુર જયંતીભાઈ પરેચા રહે. ઘુનડા (સ) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ અગાઉ ફરિયાદીની સાથે માથાકૂટ કરેલ હતી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાનને આરોપીએ શેરીમાંથી નીકળવું નહીં તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડી વડે તેને જમણા પગના ગોઠણના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના આમરણ ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો તેમાં આર્યન રાજુભાઈ કુબાવત (18), કૈલાશ છગનભાઈ (50) અને મુકેશ નરભેરામભાઇ કુબાવત (40) રહે. બધા આમરણ વાળાને ઇજાઓ થઇ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે,
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા પીપળીયા રાજેશભાઈ ઉકાભાઇ (42) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માત થયો હતો અને તે બનાવમાં તેને ઈજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બેલા ગામે રહેતો કાર્તિક લલીતભાઈ પરમાર (18) નામનો યુવાન સત્યમ કાંટા પાસે હતો ત્યારે ત્યાં રોડ ઉપર અકસ્માતના બનાવમાં તેને ઇજા થવાથી સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે