મોરબીમાં યુવાન અને તેના પિતા-ભાઈને વ્યાજ માટે ધમકીના ગુનામાં વધુ એક વ્યાજખોર પકડાયો: કુલ 7 ઝડપાયા
મોરબીના રફાળેશ્વર નજીક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
SHARE
મોરબીના રફાળેશ્વર નજીક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતો યુવાન જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇકની આડે ભેસ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા અશોકભાઈ સીતારામભાઈ દુધરેજીયા (47) નામનો યુવાન બાઇક લઈને મકરસરથી રફાળેશ્વર તરફ આવતા જીઇડીસી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ભેંસ ઉતરતા બાઈક સહિત તે યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી કરીને યુવાનને ઇજાઓ થયેલ હતો અને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
કાર પલટી
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરબતભાઈ ભરવાડ (36) નામનો યુવાન પોતાની કાર લઈને મોરબીથી માળિયા તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટિંબડી ગામના પાટીયા પાસે રામદેવ હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર તેની કાર પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈએ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા નેહલબેન મેરાભાઇ વકાતર (17) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.