મોરબીના રફાળેશ્વર નજીક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીમાં સ્કાય મોલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE
મોરબીમાં સ્કાય મોલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીના સનાળા ગામ ને રહેતો યુવાન સ્કાય મોલ પાસે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટેની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ શનાળા ગામે રહેતો અમિત હિતેશભાઈ મિયાત્રા (28) નામનો યુવાન તા. 9/12 ના બપોરના 12:00 વાગ્યાના અરસામાં મોરબીના રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નકલંક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દવા પી જતાં બાળક સારવારમાં
ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે શૈલેષભાઈની વાડીએ રહેતા પરિવારના રાકેશ વસુનિયા નામના મજૂરનો દોઢ વર્ષનો બાળકએ રમતા રમતા દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.
પરિણીતા સારવારમાં
મોરબી નજીક લાલપર ગામ પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા શીતલબેન શંભુભાઈ સિંહા (19) નામની પરિણીતાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે અજાણી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા અને રાઈટર ધર્મેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.