મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત
મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી
SHARE
મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બરને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશો છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા ભારત સરકાર દ્વાર પી.એમ. સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાને ફળીભૂત કરવા તેમજ વધુમાં વધુ ગ્રાહકો સોલાર રૂફ ટોપ લગાવવા બાબતે અવગત થાય તેમજ ઊર્જા બચત અને ઊર્જા સરંક્ષણને ખરા અર્થમાં સિદ્ધ કરવા હેતુ, ગ્રામ્ય તાલુકા જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
તેમજ આગામી તા.૧૬ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવા જઈ રહી છે ત્યારે અત્રેની કચેરીના તાબા હેઠળની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન-કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝનું આયોજન કરેલ છે તેમજ તા.૨૧ નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતા ને અવગત થાય તે હેતુ અંગેનું આયોજન કરવામાં આવેલ છે.તેમ પીજીવીસીએલ, વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી આર ઘાડીયાએ જણાવેલ છે.