મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું
મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
"રક્તદાન એજ મહાદાન સૂત્ર" ને સાર્થક કરવા મોરબીના યુવાન સંદિપસિંહ જાડેજાએ તેના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કર્યું છે.
વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના સ્થાપક સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને પોતાના જન્મદિવસે લોકોને પ્રેરણા મળે તે માટે તેને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ વૃક્ષોનું વાવેતર કરવાનું તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ રાખવામા આવેલ છે.